કોને કહું

(33)
  • 2.9k
  • 5
  • 708

અમેરિકન સમાજમાં અને હવે આધુનિક ભારતીય સમાજમાં પતિ -પત્ની સ્વતંત્ર જિંદગી જીવવા માંગે છે તેથી પતિ-પત્ની વચ્ચેના વિખવાદમાં બાળક કેવી એકલતા અને નિરાશા અનુભવે છે તેને કોને કહું વાર્તામાં રજૂ કરી છે. જો મારા ડાહ્યા દીકુ,તારા પાપા તને ખૂબ વ્હાલ કરશે,આ ઘરનું પતી જાય પછી હું તને મારે ત્યાં લઈ જઈશ. રોશન રડતા રડતા બોલતો હતો , આ મારું ઘર છે,મમ્મી-પાપાનું ઘર છે, એની બાળહઠ આગળ મમ્મી સમજાવી થાકી એટલે વઢીને બોલી , ઓ.કે.કાલે વાત અત્યારે સૂઈ જા. રોશન મમ્મીના ખોળામાંથી ભા ગી પોતાના બેડમાં જઈ ઉધો પડી ડૂસકા ભરવા લાગ્યો.છેવટે મમ્મીએ રોતલ અવાજે એને જંગલમાં ભૂલા પડી ગયેલા રાજકુમારની વાર્તા સંભળાવી એટલે માંડ છાનો રહ્યો.રાજકુમાર પશુને,પંખીને,નદીને ,આકાશને ,ઝાડને ફૂલને બધાંને કહેતો , હું ભૂલ્યો પડી ગયો છું ,મને માર્ગ દેખાડો રોશન અડધી નીદરમાં બબડ્યો , કોને કહું મારે નથી જવું ...મમ્મી સવાર સુધી એને વળગીને સૂઇ રહી.