Ek Pagh Umbar Par

(4.9k)
  • 4.4k
  • 1.4k

યોગેશ પંડયા એક પગ ઉંબર ઉપર E-mail Address : manyog0713@yahoo.com Phone no.9377114892 કમલેશ બેંકેથી ઘરે પાછો ફર્યો. બુટ મોજા કાઢી બેઠક રૂમમાં પ્રવેશવા ગયો પણ ઉંબરામાં જ સ્થિર થઈ ગયો. આયેશા ડીવીડી પર મુકેલી પોતાની સગાઈની કેસેટ જોવામાં તલ્લીન થઈ ગઈ હતી. પ્રીતની પૂણ્યવેદી પર મધુર મંત્રોચ્ચારનો ધ્વનિ સેમસંગ બ્રાન્ડ ટીવીના સ્પીકરમાંથી પ્રગટી ઉઠતો હતો. અચાનક કોઈ બારણામાં આવીને ઉભુ રહયુ છે એવો ખ્યાલ આવતા જ આયેશા ચોંકી. ચહેરો ફેરવીને જોયુ તો, ' લે પપ્પા તમે આવી ગયા ? ' કહેતી શરમથી ઉભી થઈ ગઈ અને ત્રુટક ત્રુટક અવાજે સ્પષ્ટતા કરવગા લાગી : ' જુઓને, ગઈકાલે બાજુવાળા પ્રવીણાબેન કેસેટ જોવા