એક રમત રમીએ.. સહુને આપણે ગમીએ

(12)
  • 1.5k
  • 6
  • 467

જેરામ કાકા બધાને અવનવી વાતો કરે અને જે અકળાય તેની અકળામણ દુર કરવા એંમના અનુભવ ખજાનામાં થી રોજ નવી વાર્તા નીકળતી. તેઓ પાંચેય દીકરાઓની વહુનેઓ કહેતા.. મારે નસીબે દીકરી આવીજ નહીં..તેથી પ્રભુએ મને પાંચ દીકરીઓ જેવી વહુઓ આપીછે. તેઓને મારા ઘરમાં આવતાની સાથે એક ભેટ અપાય છે અને તે તેમનું ” ઇન લોનું “પદ છીનવી લેવાય છે અને એકલી ડોટર બનાવી દેવાય છે. સસરા તરીકે કોઇ આમાન્યા નહીં પણ બાપ તરીકેના એકલા લાડ અને દુલાર જ મળશે.