વાંસલડી ડોટ કોમ - 7

(12)
  • 2.9k
  • 3
  • 902

હા, મિત મેં તારી વાત સાંભળી. આ વાત સંભાળવા તો હું વર્ષો થી રાહ જોતી હતી. પણ આ વાત કરવા માં બહુ મોડું કરી દીધું મિત્ર..... વેણુ ના શબ્દો સાંભળી મિત ગળગળો થઇ ગયો. વેણુ નો હાથ પકડી તેની આંખો માં આંખો નાખી કહ્યું કઈ જ મોડું નથી થયું વેણુ,.... બંને અપલક એકબીજા સામે જોઈ રહ્યા. અહી શબ્દો ની જાણે કોઈ જરૂર જ નથી. આંખો એ આંખો સાથે જ વાત કરી લીધી જાણે. જન્મો જન્મ સાથ નિભાવવા ના કોલ પણ અપાઈ ગયા આંખો થી. બંને નું મન તો એમ જ ઈચ્છતું હતું કે આ સમય આમજ થંભી જાય. વેણુ ની આંખ માંથી આંસુ ની ધાર વહેવા લાગી.