જોય ઓફ ગીવીંગ

  • 4.5k
  • 5
  • 673

જોય ઓફ ગીવીંગ એક દશ્ય હજી તો વહેલી સવારના સૂર્યના દર્શન થયા નથી શહેરના રસ્તાઓ પર આછોપાતળો વાહનોનો પ્રવાહ વહે છે ત્યારે બીજી તરફ એક ઉંચા કદનો પાતળો શ્રમજીવી પાછલી રાતના પડછયાને વીંધતો હાથમાં એક પોટકું જેવી બેગ લઈ પોતાની દુકાન તરફ જઈ રહ્યો છે એ કોઈ નાનકડી રેસ્ટોરન્ટમાં કામ કરતો હતો. એની દુકાનમાં ઘરબાર વગરના રખડતા ભૂખ્યા છોકરા ઘૂસી જતા .તે એને કંઈક ખાવાનું આપતો.સ્ટ્રીટ લાઈટના અજવાળામાં તેના મેલા કપડાં દેખાય છે,પણ ધુળથી ઝાંખા ચહેરા .પર પ્રસન્નતા દેખાય છે.પોતાના અનેરા આનદનું કારણ તેની ભલાઈ છે.એટલામાં એક ધૂળિયો ,મોટી સાઈઝનું ભૂરા રંગનું ટી-શર્ટ પહેરેલો નટખટ છોકરો ચીલ ઝડપે તે ના હાથમાંથી બેગ ખૂંચવી ભાગે છે.તે લાચાર બની સૂની સડક પર બૂમો પાડે છે: પેલા ટેણીયાને કોઈ પકડો ... લુચ્ચો કાલે બપોરે તો મેં તને બિસ્કિટના પેકેટ આપ્યા હતા. છોકરાએ સીધી દોટ મૂકી .......એ છોકરો કોણ એ શું કરતો હતો . જોય ઓફ ગીવીંગનો ફિલ્મ રીવ્યુ તમને ફિલ્મની વાર્તા અને ખૂબીઓથી રસતરબોળ કરશે. બીજું દશ્ય કોઈ પકડો। ..વો ભગતા હૈ .... દુકાનદાર આજે છોકરાને પકડવાના નિર્ધાર સાથે લોકોથી ઉભરાતાં બજારમાં પેલાની પાછળ દોડ્યે જાય છે.થાકેલું નબળું શરીર પાછું પડે છે.શ્વાસ રૂંધાય છે છેવટે છોકરો જે ઘરની ગલીમાં સંતાયો ત્યાં ડોકિયું કરે છે.એના જેવા શેરીને જ ઘર બનાવી બેઠેલાં છોકરાઓ ભેગા થઈને શું કરે છે આ ખીલખીલાટ હાસ્ય શેનું જોનારની આંખમાં આંસુ તમારે ફિલ્મ જોવી જોઈએ।