વાંસલડી ડોટ કોમ અંતિમ

(11.7k)
  • 5.9k
  • 1
  • 1.3k

ડોક્ટર નો આભાર માની બંને ભારે હૃદયે નીકળ્યા. મિત ના મન માં મૂંઝવણ એ હતી કે હવે વેણુ ને શું કહીશ પોતે વેણુ ને વચન આપ્યું હતું કે તેને કઈ નહિ થવા દે, જોકે વેણુ ને શું કહીશ એતો ફક્ત તેના વિચારો માં હતું પણ દિલ તો તેનું ખુબ વલોવાતું હતું. પોતાની પ્રાણ થી પણ પ્યારી પ્રિયા, પોતાના થી ખુબ ખુબ દુર, કે જ્યાંથી પાછા આવવા ની કોઈ શકયતા જ ન હતી, તે તરફ ડગ માંડી રહી હતી. આટલા વર્ષો તો વેણુ ક્યારેક મળશેજ એ આશ માં જ ઝીંદગી આગળ ચાલતી હતી,,, જયારે હવે...