ત્રણ લઘુકથાઓ.

(38)
  • 3.6k
  • 2
  • 972

પાંચ કંપનીના માલિક હર્ષવર્ધન એના બેડરુમમાં સુતા વિચારી રહ્યા. એને એક નવી કંપની ચાલુ કરવા નવા પ્રોજેક્ટ માટે તૈયારી કરી રાખેલી, પણ જે જમીન ઉપર એને એ પ્રોજેક્ટ ચાલુ કરવાનો હતો એ જમીન વિવાદાસ્પદ હતી. જો એ જમીનનો વિવાદ નહી ઉકેલાય તો તેની બધીજ મહેનત પાણીમાં જશે. બેંક મેનેજર સાથે પણ લોન માટે વાટાઘાટો થયેલી, બેંક મેનેજરે લોન આપવા બાહેધરી આપી દીધેલી. એ વિવાદાસ્પદ જમીનનો મુદ્દો ઉકેલી શકે એવો એકજ વ્યક્તિ હતો