વેવિશાળ - 22

(111)
  • 9.9k
  • 3
  • 5.5k

પોલીસ-ઓફિસરે વાત આદરી: “વિજયચંદ્ર નામનો એક યુનિવર્સિટી-ગ્રૅજ્યુએટ પોતાના વિવાહની લાલચમાં સારાં સારાં કુટુંબોની દીકરીઓને ફસાવે છે. તે કન્યાઓનાં માતાપિતાઓ પાસેથી પરદેશ અભ્યાસ કરવા જવા માટેની મદદ મેળવે છે. કન્યાઓને પણ પોતે જુદે જુદે સમયે પોતાની એક સંબંધી સ્ત્રીને ઘેર શિક્ષણના બહાને તેડાવે છે. એ બાઈ એક ભણેલી વિધવા છે. પોતે કન્યાઓને ટ્યૂશન આપતી હોવાનો દેખાવ કરે છે.”