સૂરીલી વાર્તા

(32)
  • 3.3k
  • 2
  • 553

પાંચ વર્ષ પહેલાંના મિતાલીના ફોન કોલે આલોકને અમદાવાદથી અમેરિકા સ્થાયી કરી દીધા. પ્રોફેસરના કાર્યની નિવૃત્તિ પછી તેઓ વાંચન અને સઁગીતની હોબીમાં મગ્ન રહેતા .એમના એકાંતમાં દીકરીઓના ફોનની રીગ એટલે મન્દિરમાં આરતી, સૂનું ઘર રણકી રહેતું.મોટી રીના મુંબઈની બીઝી દુનિયામાં હતી,ફોનમાં એના ઘરની ઉપાધિની વાત ઝાઝી.મિતાલીના ફોનથી તેમનો વધતી ઉંમરનો થાક ભૂલાઈ જતો, પણ તે દિવસે મિતાલી વ્યગ્ર થઈ બોલી પાપાજી,તમે મુહૂર્ત જોયા વગર મેં ટિકીટ મોકલી છે તે મુજબ અહીં આવી જાવ. મિતાલીએ રીતસરની બાળહઠ જ કરી. મિતુ,તું મા થઈ તો ય તારી સુરીલીની જેમ બોલે છે, પાપાએ મીઠો ઠપકો આપ્યો. આજે મમ્મી હોત તો સુરીને ... મિતાલી વીસ વર્ષમાં ક્યારેય નહિ ને આજે મમ્મીને યાદ કરી ડૂસકે ચઢી,દસ હજાર માઈલ દૂર બીજે છેડે પાપા દીકરીના ફોન પર હાથ ફેરવતા તળાવડી બનેલી આંખથી પત્નીના ફોટાને જોતા હતા. સોરી,પાપા હું શું કહું મારી સુરી મને સમજાતી નથી. મિતાલી ઘણા વખતથી કોઈ કિલ્લામાં કેદ હતી ને છૂટવા માટે ફાંફાં મારતી બેસહાય હોય તેમ બોલી. આલોકે એક ક્ષણના વિલંબ વિના દીકરીને સથવારો આપ્યો, તું મૂઝાઈશ મા,તારે માથે મા-બાપનું છત્ર છે.