2 શાઈનિંગ હાર્ટ્સ - 3

(16)
  • 2.2k
  • 1
  • 442

અત્રે રજુ કરેલ વાર્તામાં તેગી અને દિશા નામના બે મુખ્ય પાત્રો હોય છે કે જે ભાવનગરના રહેવાસી હોય છે. તેઓ જયારે બાઇક પર ઉદયપુરથી જયપુર જાય છે ત્યારે તેમનું એક્સિડન્ટ થાય છે અને બંને કોમામાં વયા જાય છે. તેગી અને દિશા બંને ખુબ ગરીબ કુટુંબમાંથી આવતા હોય છે તે બંને જે વિસ્તારમાં રહેતા હોય છે ત્યાં ૪૦-૫૦ ઝુંપડીઓ હોય છે અને ત્યાંના દરેક લોકો માંગેલા પૈસાથી ગુજરાન ચલાવતા હોય છે. પરંતુ અહીં નોંધનીય બાબત એ હોય છે કે કોઈ માતા-પિતા પૈસા માંગતા હોતા નથી પણ નાના છોકરાવો પાસે મંગાવતાં હોય છે. જો આ છોકરાઓ સો રૂપિયા કરતાં ઓછા લાવે તો તેમને જમવાનું પણ નસીબ થતું હોતું નથી. અહીં બંને પાત્રો અત્યંત કઠીન પરિસ્થિતિમાં પણ એક-બીજા પરના વિશ્વાસ, પ્રેમ અને ત્યાગથી એક-બીજાને ખુશ રાખવા માટે પ્રયાસો કરે છે. અંતે તેગી નામનું પાત્ર કે જે પોતાના જીવનની સમસ્યાઓથી શીખીને તેમજ, સ્વછતાની ભાવના, મીઠી બોલી અને પરિશ્રમથી ભીખ માંગીને ગુજરાન ચલાવતો હતો તે વેપારી બને છે.