જડીબુટ્ટી

(19)
  • 2.4k
  • 403

જડીબુટ્ટી આકાશ -- આ ...કા..શ ..આ.....શ .. પડઘા અવકાશમાં વાદળોની કોરે દડૂક દડૂક દેડકાની જેમ કૂદતા ભમ દઈ ખીણમાં ભુસ્કો મારી અલોપ થઈ જાય છે. આકાશ ચારેબાજુ એના ગોઠિયાને શોધે છે. એ અડપલો જેકોબ જ બૂમો પાડી સંતાઈ જાય ! પડોશમાં રહેતો જેકોબ એનો બડી .સ્કૂલેથી આવી બન્ને ફ્રેન્ડસ જેકોબના યાર્ડમાં રમવા ઉપડી જાય. પણ આજે ને ગઈકાલે કે ઘણા દિવસોથી હવે જેકોબ તેને બોલાવતો નથી. ક્યાંથી બોલાવે નીચેથી જેકોબની બૂમો આવે તેજ ઘડીએ મમ્મીનો સાદ સાંભળી તેને રૂમમાં દોડી જવું પડે ! શાંત રસ્તા પર નજર દોડાવી નિરાશ થયેલો આકાશ બાલ્કનીમાંથી જબરદસ્ત મોટાં,વાદળાને અડતાં ઊંચાં વુક્ષોને જોયા કરે છે. એની નજર સૌ પહેલાં જમીન પર સસલાંની જેમ ફૂ દકા મારતી ઝાડનાં થડમાં સંતાકુકડી કરતી દોડે છે,અને પછી જાણે ચારપગે હરણાંની જેમ ઠેકડા મારતી પર્વતોના ઢોળાવે લીલું ઘાસ ચરવા લાગે છે, ઘડીકમાં ઝાડના થડે વાંદરાની જેમ ચઢી ડાળીઓમાં હુપાહુપ કરવા લાગી.એ પોતે જંગલબુકનો છોકરો થઈ ગયો.એ એક ઝાડ પરથી બીજા ઝાડ પર કોઈ અજાણ્યા પ્રદેશે ઉડવા લાગ્યો.દિવસ છુ થઈ ગયો,રાતના તારોઓએ એને અવકાશમાં માર્ગ કરી આપ્યો ત્યાં એના એક પગમાં ભીનું લીસું કૈક અડ્યું,આકાશનો બીજો પગ દૂ...ર અજાણ્યા દેશે પહોચી ગયો હતો. નાનકડું કાળુંધોળું એનુ વહાલું ડોગી મોલી એના પગને ચાટતું હતું, એને આકાશ,આશુ,બેટા ....કહી એની મમ્મી બોલાવી રહી છે,મમ્મીનો અવાજ જાણે ઊંડી ખીણમાંથી આવતો હોય તેટલો ધીમો હતો, ક્યારની બોલવું છુ બેટા એની મમ્મી હાડપિજર હોય તેમ એના બેડ પાસે વોકર લઈ ઊભી હતી. આકાશ બાલ્કનીમાંથી દોડીને મમ્મીની પાછળ ઉભો રહી, ટેકો આપવા લાગ્યો.