ફ્રોમ અર્થ ટુ ધ મૂનનો ઉત્તરાર્ધ (સિક્વલ) - 2

(39)
  • 3.6k
  • 2
  • 1.6k

શું થયું? એ ડરામણા ધક્કાને લીધે શું થયું? શું કૌશલ્યથી બનાવેલા ગોળાએ ધાર્યું પરિણામ મેળવ્યું? શું ધક્કાને સ્પ્રિંગ, ચાર પ્લગ, પાણીના તકિયા અને ભાગલા પાડેલી બ્રેકને લીધે ઓછો કરી શકાયો? શરૂઆતની સ્પીડ જે અગિયાર હજાર યાર્ડથી પણ વધુ હતી, જે એક જ સેકન્ડમાં પેરિસ કે ન્યૂયોર્ક પહોંચાડવા જેટલી સક્ષમ હતી તેના ગભરાવી દેવા દબાણને તાબે થઇ? આ દ્રશ્યને જોનારા હજારો દર્શકોના મનમાં આ સવાલ જરૂર થયો હતો. તેઓ મુસાફરીનું લક્ષ્ય ભૂલી જઈને માત્ર મુસાફરો વિષે જ વિચારી રહ્યા હતા. અને તેમાંથી એક – ઉદાહરણ તરીકે જોસેફ ટી મેટ્સન – તેણે ગોળાની એક ઝલક જોઈ હોત તો તેણે શું જોયું હોત? તો કોઈએ કશુંજ જોયું નહીં. અંધકાર ગાઢ હતો. પરંતુ તેના સીલીન્ડ્રો કોનિકલ વિભાગોએ સારી રીતે કાર્ય કર્યું. તેના પર કોઇપણ પ્રકારની તોડફોડ જોવા ન મળી. તે અદભુત ગોળો પાવડરના અત્યંત જ્વલનશીલ હોવા છતાં બિલકુલ ગરમ ન થયો, કે પછી તે ઓગળ્યો પણ નહીં, જેનો એલ્યુમિનિયમની હાજરી હોવાને લીધે અગાઉ ભય વ્યક્ત કરવામાં આવી રહ્યો હતો.