ક્વોન્ટમ ફિઝીક્સ (ભાગ-૧)

(18)
  • 9.9k
  • 8
  • 2.3k

શું છે આ Quantum Physics? (ભાગ-૧) · પૃષ્ઠભૂમિ “Now, I am fully convinced that Quantum Physics is the actual Philosophy.” – Max Born પ્રખ્યાત ભૌતિકવિજ્ઞાની મેક્સ બોર્નના ઉપરોક્ત વાક્ય સાથે આજના સમયના મોટાભાગના ભૌતિકવિજ્ઞાનીઓ અને ફિલોસોફર્સ સંપૂર્ણપણે સહમત થાય છે. આ ઉપરાંત સમજદાર ધર્મગુરૂઓ પણ આ વાત સ્વીકારે છે અને આ બધાનું એકમાત્ર કારણ એ છે કે Quantum Physics વાસ્તવિકતાને જોવાના નવા નવા દ્વાર ખોલી રહ્યું છે. આ બ્રહ્માંડ અને અસ્તિત્વની વાસ્તવિકતાઓ આપણા ધાર્યા કરતાં અનેકગણી વધુ રોમાંચક સ્વરૂપે આપણી સામે ઉજાગર થઇ રહી છે, છતાં ઘણાબધા લોકો Quantum Physics ના આ વિકાસથી સાવ અજાણ છે.