શરણાગતી

  • 4.1k
  • 3
  • 846

T.Y.B.COM પૂર્ણ કર્યા ને છ મહિના થી પણ વધુ સમય થઈ ગયો હતો. આ છ મહિના માં તડકાનો ને વરસાદ નો સાથ લઈ હું ઘણાં ગામડામાં ફર્યો અનેક અજાણ્યા માણસો, સંતો, ગરીબો (પણ માયા ના મન ના નહી ) ખેડૂતો અને મજુરો ને મળ્યો. ને હવે હું મન અને વિચારો પણ થાક્યા, આ બધી મહેનત મે કોઈ એક વિષય ની શોધ માટે કરી રહ્યો હતો કે જેનાં પર હું કઈક નવું વિગતવાર લખી શકું. આ પ્રવાસ દરમિયાન તો મે ઘણાં નાના-મોટા લેખો લખ્યા પણ અંતે તો કઈક ખૂટતું હોઈ એવું લાગ્યું એટલે મેં મારી નોધપોથી ને ટાંકવાનું બંધ કરી દીધું.