ક્વોન્ટમ ફિઝીક્સ (ભાગ-૩)

  • 3.9k
  • 4
  • 1.2k

શું છે આ Quantum Physics? (ભાગ-૩) ઇ.સ.૧૯૨૦માં પરમાણુને સ્થિરતા પ્રદાન કરવાનું કાર્ય નિલ્સ બોહરે કર્યું. પરમાણુ સ્થિર કેવી રીતે રહી શકે છે એનું બોહર મોડેલ ડેન્માર્કના ભૌતિકવિજ્ઞાની નિલ્સ બોહરે રજૂ કર્યું, જેના માટે તેમને ઇ.સ.૧૯૨૨નું પ્રતિષ્ઠિત નોબેલ પ્રાઇઝ એનાયત કરવામાં આવ્યું. પરમાણુ કેવો હતો એ વિશે આની પહેલાં બે મોડેલ અપાયા જે નિષ્ફળ નિવડ્યા. ઇ.સ.૧૮૯૭માં ઇલેક્ટ્રોનની શોધ માટે ખ્યાતી મેળવનાર સર જે.જે.થોમ્સને ઇ.સ.૧૯૦૪માં પ્રમાણુની સ્થિરતા સમજાવતું plum pudding model આપ્યું. આ મોડેલને Watermelon model અર્થાત તડબુચ મોડેલ પણ કહેવાય છે. એની સંરચના તડબુચ જેવીજ હતી. તડબુચના ગર (અથવા ગર્ભ) નાં સ્થાને અહીં ધન વિદ્યુતભારો સમાન