ગોપુ પુરાણ

  • 3.9k
  • 838

ગોપુ પુરાણ અધ્યાય 1 એ ક્યાંથી આવ્યુ ને કઇ રીતે આવ્યુ એની કોઇ ચોક્કસ માહિતી મારી પાસે નથી તો કોઇને શું કહું??પણ એને મા હૂંફની જરુર હતી એટલે આપણે દોઢ ડાહ્યા કૂદી પડ્યા.એમ પણ વેચાતી વ્હોરવાની થોડી કુટેવ ખરી. આવ્યુ એની ખુશી તો હતી જ પણ આ કેસમાં હું શું ધોળકુ ધોળીશ એનું ટેન્શન ય માથાફાડ હતું.કારણ મારા જૂના અનુભવ જળચર,સ્થળચર ને ગગનગામીઓને લગતા.આજે જ એને જોયું તો થોડું ક્યુટ ભોપું લાગ્યુ એટલે નામ રાખ્યુ એનું ગોપુ.પેપરબોક્સની એક દિવાલ પર લપાઇને બેઠેલું બાળ રોબીન.મને મળીને એને કેવું લાગ્યુ એ એનો વિષય બાકી હું તો હરખઘેલી થઇ ગઇ.એની પાસે કોઇ વાત