પઝલ - ભાગ-2

(24)
  • 3.8k
  • 5
  • 992

પઝલ વાર્તા ભા-2 ( પઝલ વાર્તાના પહેલા ભાગમાં રેખા-સમીરના બંગલાના દરવાજાની બહાર વહેલી સવારે અકસ્માતમાં ટિપાઈ ગયેલું ટિફિન કોઈ મૂકી જાય છે.પ્રશ્નોનો વંટોળ જગાવતું તૂટેલું ટિફિન રેખાના જીવનને ખળભળાવી મૂકે છે. પતિ પત્ની વચ્ચે આ બાબતમાં મતભેદ પડે છે.સમીર એ ઘટનાને મહત્વ આપતો નથી. રેખાના મનમાં ઉચાટ જન્મે છે,તેને ચેન પડતું નથી.રેખા શું કરશે તેનું પરિણામ શું આવશે તે જાણવા વાંચો પઝલ ભા.2) તે દિવસે અગિયારને ટકોરે ગણેશ ટિફિન લઈ ગયો. રેખા નિરાંતે શાવર કરી ભીના વાળને બ્લો ડ્રાયરથી સૂકવતી હતી ત્યાં સમીરનો ફોન આવ્યો: બાર વાગી ગયા ટિફિન આવ્યું નથી. મારે મુંબઈ જવા નીકળી જવું પડશે. રેખા ચિતામાં બોલી: ગણેશ તો ટાઈમે નીકળી ગયો હતો. રેખા વરસાદના તોફાનને બારીમાંથી જોતા કહેતી હતી: કોને ખબર પૂલ પર વરસાદમાં ... ફોન કપાય ગયો . રેખાને ગણેશ પર ત્યારે થોડી અકળામણ થઈ કેમકે ટિફિન પહોંચ્યું નહિ . લન્ચ ખાધા વિના નીકળી ગયેલા પતિ માટે રેખાનો જીવ બળ્યો. ઘરનું તાજું ખાવાનું રખડી ગયું અને સમીરને ભૂખ્યા જવું પડ્યું , એ હેલ્થ કોન્શિયસ હતો,ઘરનું સાદું ભોજન તે પસન્દ કરતો.