લાસ્ટ ચેટિંગ : 2 (પ્રેમ અને મિલન) ભાગ-૧

(46.8k)
  • 6.6k
  • 19
  • 2.5k

પછાડ એટલી જોરદાર હતી કે મારાથી એક ચીસ નંખાઈ ગઈ. જાણે મારા આખા શરીર પર કોઈએ પ્રહાર કર્યો હોય એટલો અસહ્ય દુખાવો થઈ રહ્યો હતો અને મારામાં ઉભા થવાની પણ હિંમત નહોતી. મારા માથામાંથી અને શરીર પર વાગવાથી લોહીના રેલા ઉતરી રહ્યા હતા જે હું અનુભવી શકતો હતો.