મલ્ટીવર્સ (ભાગ-૨)

(13)
  • 2.7k
  • 4
  • 964

મલ્ટીવર્સ : છે શું આ? ભાગ-૨ જર્મનીના પાટનગર બર્લિનની આ વાત છે. ઇ.સ.૧૯૧૫નો નવેમ્બર મહિનો ચાલી રહ્યો હતો. ઇ.સ.૧૭૦૦માં જેની સ્થાપના થયેલી એવી Prussian Academy of Sciences નો લેક્ચર હોલ હતો. એ હોલમાં વિજ્ઞાનના ઇતિહાસનો સૌથી મહાનતમ વૈજ્ઞાનિક બનવા જઇ રહેલો એ યુવાન એના મહાનતમ કાર્ય વિશે લેક્ચર આપી રહ્યો હતો. લેક્ચરનો ટોપીક હતો, ‘જનરલ થિયરી ઓફ રિલેટીવીટી’ અને જેના નામની આગળ સ્વયંભૂ રીતે ‘સર’ ખિતાબ લગાવવાની ઇચ્છા થઇ જાય એવા એ યુવાન લેક્ચરર હતા સર આલ્બર્ટ હેરમાન આઇનસ્ટાઇન. ઇ.સ.૧૯૧૫ના અંત ભાગમાં અને ઇ.સ.૧૯૧૬ના શરૂઆતના ભાગમાં આપેલા લેક્ચર્સની સિરિઝ દ્વારા આઇનસ્ટાઇને આખી જનરલ થિયરી ઓફ રિલેટીવીટી પ્રુશિયન એકેડમી સમક્ષ