કઈક ખૂટે છે!!! - (૦2) માસ્તર

(19)
  • 3.4k
  • 3
  • 1.2k

(૦૨) માસ્તર જ્ઞાન શંકર દેવશંકર પંડ્યા વ્યવસાયે શિક્ષક આમ તો મૂળ વિષય હિન્દી પણ સામાજિક વિજ્ઞાન અને અંગ્રેજી વિષય માં પારંગત. ફરવાનો, નવું નવું જોવા-જાણવાનો તેમને ખુબ શોખ. આખા દેશ નાં જોવા જેવાં મોટા ભાગ નાં સ્થળો તેમણે જોઈ કાઢેલાં. સાથે જુની પેઢી નાં શિક્ષકો માટે સહજ એવો વાંચન શોખ પણ ખરો. દેશ દુનિયા માં બનતી સારી-નરસી ઘટનાઓ વિષે તે તેમનાં સાત ચોપડી નાપાસ પત્ની ને પણ વંચાવે. સંકુચિત જ્ઞાતિવાદ ના તે વિરોધી પણ સાથે સાથે પ્રખર ભારતીય સંસ્કાર ના હિમાયતી પણ ખરા. શરીર ખુબ મજબુત અને એટલુંજ મજબુત મન. યુવાની માં અખાડા માં