ઇમ્પ્રેશન

(14)
  • 4.9k
  • 4
  • 1.8k

આજે રવીવાર.મારો ઊંચી પોસ્ટનો ઇન્ટરવ્યુ. હાલની ઓફિસથી છાનું રાખેલું કે હું નવી જોબ માટે ઇન્ટરવ્યુ આપું છું. ત્યાં પસંદ ન થવાય તો બાવાના બેય બગડે. નહીં, ખાસ્સું કમાતો હું બાવો બની બાળપણમાં પાઠ્યપુસ્તકમાં આવતી કવિતા ‘બની ગયો હું બાવો’ ગાતો બેસું. ઓનલાઈન ઇન્ટરવ્યુ માટે ઘેર કોમ્પ્યુટર ચેક કર્યું,નેટ ચલાવી જોયું,સ્કાઈપ ટેસ્ટ કર્યું. મોં પર ભીનો હાથ ફેરવી નવો શર્ટ ને ઉપર નવો સુટ, મેચિંગ ટાઈ લગાવી મેં મને અરીસામાં નિરખ્યો. હાઈ હેન્ડસમ! મેં મારી જ સામે હાથ હલાવ્યા. મેં સ્મિત આપ્યું. સ્મિત અર્ધી બાજી જીતે છે. Smile.It Increases your face value. વાક્ય યાદ કરી, લેપટોપ પાર સ્કાઇપ ઓન કરી હું ટેબલપર