યારા તેરી યારી કો..., મૈંને તો ખુદા માના

(32)
  • 10.8k
  • 8
  • 1.8k

સ્વયમ અને રચીત બે મિત્રો હતા. શાળામાં તો સાથે અભ્યાસ કરતા હતાં. પરંતુ તેમના ઘર જુદા જુદા વિસ્તારમાં હતા. સ્વયમના પિતા ફેક્ટરીના માલીક હતા અને રચીતના પિતા રીક્ષા ચલાવતા હતા. સ્કૂલનો અભ્યાસ ખર્ચાળ હતો જેથી રચીતના પિતા બને તેટલી વધારે મહેનત કરતા અને ઘરમાં પણ કરકસર કરી દિકરાને સારી સ્કૂલમાં જ ભણાવતા હતા. સ્વયમ અને રચીત સ્કૂલના ગેટથી જ એકબીજાની સાથે રહેતા અને સ્કૂલનો સમય પતે ત્યારે સ્કૂલના ગેટ પર જ છુટા પડતા હતા. બન્ને વચ્ચેની મિત્રતા કમાલની હતી. થોડો વર્ષો બન્ને સાથે રહ્યા અને ભણ્યા પણ એક દિવસ રચીતના પપ્પાની તબીયત ખરાબ થઇ. તેઓ કામ ન કરી શકતા ઘરમાં