રૂમાલ

(42)
  • 3.8k
  • 8
  • 524

અરે, પ્રીતિ મને એક હાથ રૂમાલ શોધી આપને . સુરેશે કબાટમાં ખોળાખોળ કરી મૂકી છેવટે નીચેના ખાનામાં દબાવીને મૂકેલો સરસ આસમાની રંગનો રૂમાલ દેખાયો એણે જેવો રૂમાલ લેવા હાથમાં લીધો કે પ્રીતિ આવી પહોંચી . એ રહેવા દે હું તને બીજો આપું છું પ્રીતિના ચહેરા પર પોતાની મહામૂલી સોગાત કોઈ ઉપાડી લેતું હોય તેવી દુઃખની લકીર ફરી વળી. આ ને બીજો શું ફેર પડે છે આમ નાની વાતમાં શું કકળવા લાગી. સુરેશને ગુસ્સો આવ્યો તે બબડતો હતો તારી મમ્મીની માંદગીને કારણે સુરત રહ્યાં તેમાં રોજ ટ્રેનમાં મારે અથડાવાનું . સુરેશ વડોદરાની એક ખાનગી પેઢીમાં એકાઉન્ટટ હતો .સુરતથી સ વારની વહેલી ટ્રેનમાં વડોદરા અપ -ડાઉન કરતો હતો. તેના મનમાં રૂમાલની બાબતમાં વહેમનો કીડો સળવળતો હતો. આ પહેલાં પણ તેણે પેલા રૂમાલને નીચે સંતાડેલો જોયેલા. પ્રીતિ હમેશાં રૂમાલને ઈસ્ત્રી કરી જાળવીને રાખતી . એકવાર કોલેજમાં ભણતા દીકરાના સમીના હાથમાં રૂમાલને જોઈ તે ગુસ્સે થયેલી. પ્રીતિ સુરત ભણતી હશે ત્યારની કોઈના પહલા પહેલા પ્યારની રોમેન્ટિક નિશાની હશે કે બીજું કોઈએ આપ્યો હશે સુરેશના ગયા પછી પ્રીતિએ રૂમાલને હળવી ઈસ્ત્રી ફેરવી ઘડી કરી છાતી પર દબાવ્યો : હવે મ મ્મીના ગયા પછી તું જ મારો નટખટ તારી આંગળીથી મને આ ધરમાં પકડી રાખે છે.