અંધારી રાતના ઓછાયા-22

(63)
  • 4.8k
  • 4
  • 1.3k

અરે..! સામે જ રોડની બાજુ પર ઊંધા મસ્તકે લોહીથી તરબતર હાલતમાં કોઈ છોકરો પડેલો દેખાયો. ઇન્દ્રજીતની નજર હવે જ એના ઉપર ગઈ હતી. ઇન્દ્રનીલે નીચે ઉતરી આજુબાજુ નજર કરી. ડાબી બાજુ પોતાનાથી વિસેક મીટર દૂર સિમેન્ટના ચાર થાંભલા દેખાતા હતા. લાગતું હતું પોતે નંદપુરાના સ્મશાનગૃહ જોડે છે. બાજુ પર સુકાઈ ગયેલી મોટી વિશાળકાય આમલી રાક્ષસના હાડપિંજર જેવી લાગતી ઉભી હતી. એની ડાળીઓ પર મોટી સમડીઓ લડાતી હતી. એમની ચીસોથી વાતાવરણ રાત્રીની ભયાનકતાનો અણસાર આપી જતું હતું. આમલી પર લટકતા મરેલા માણસની નાખી દીધેલા કપડાં ધજા પેટે ફરફરતાં હતાં. દૂર-દૂર શિયાળવા રડતાં હતાં. પોતાની આજુબાજુ નજીક આવીને ચામાચીડિયા હવાની ઝાપટ મારી જતાં હતાં.