અલ્પેશ અને આશા - સત્ય સમજાયું

(21)
  • 3.3k
  • 5
  • 753

અલ્પેશ ઓ.એન.જી.સીમાં ઑફિસર હતો. જેથી તેની પત્ની આશાને બીજા કરતાં મોટા દેખાવવાનો શોખ બહુ જ હતો. જે અલ્પેશને લેશમાત્ર પસંદ ન હતું. જેના લીધે ઘણીવાર બંનેની વચ્ચે ઉગ્ર ચર્ચા પણ થતી હતી. તે વાત વાતમાં કહેતી પણ ખરી કે, ‘શું ધોઈ પીવાના તમારા આ રૂપિયાને ? તમારા કરતાં તો પેલા પટાવાળાના બૈરાં-છોકરાં સારી રીતે રહેતા હોય છે. તમે તો સાવ કંજૂસ છો.’‘તું મને એ બતાવ કે તમને ખાવા-પીવા, કપડાંમાં ક્યાં તકલીફ છે ? પરંતુ હા જરૂર હોય તો પાંચના દસ ખર્ચો પરંતુ બીનજરૂરી તો એક રૂપિયો પણ નહીં ખર્ચવાનો.’‘હા પેપરવાળો પાંચ વધારે લઈ ગયો તે કંઈ વાંધો નહીં અને રાત્રે