જીવનસંગી વાર્તા ભાગ 1

(71)
  • 4.4k
  • 6
  • 1.4k

આ નવલિકામાં એક આધુનિક યુવતી જીવનસાથી તરીકે એક એવા યુવાનને ચાહે છે,જેને સમાજના ધારા ધોરણના વાડામાં બંધાયેલાં સ્વજનો સ્વીકારવા તૈયાર નથી ,પણ પોતાની દીકરીને કહી શકતા નથી। આ એક માનસિક સંઘર્ષની પ્રણયકથા છે. જીવનસંગી વાર્તા ભાગ 1,2.3 એ પ્રમાણે પ્રગટ થશે .તમારા રીવ્યુસ બદલ ખૂબ આભાર . તારી બર્થ-ડે ની તૈયારી બેબી મમ્મીએ વહાલથી દીકરી તરફ જોયું. ડોન્ટ સે મી બેબી ,યુવાન છોકરાઓ સૂટ-બૂટ પહેરીને અહીં સજીધજીને મારા માટે લાઈનમાં ઊભા રહેશે રૂચિનો પિત્તો ઊછળ્યો . એમના માં-બાપ પણ હશે મમ્મી ધીરેથી બોલી. મારા માટે સ્વયંવર કરવાનો છે એણે સોનેરી રંગની આમંત્રણ પત્રિકા જોઈ મોટેથી કહ્યુ આ તને એમ.બી.એ કર્યાને બે વર્ષ થઈ ગયાં .મા - બાપની ફરજ કે મૂરતિયો ... સુશીલાબેનનું વાક્ય પૂરું થયું નહીં. ધમપછાડા કરતી રૂચિએ આમંત્રણ-પત્રિકાને હડસેલો મારી ટેબલ પરથી ભોંય પર ફેંકી. તમારી ફરજ તમે બજાવી. મને ભણાવી ,પગભેર કરી હવે આગળની જિંદગી મને મારી રીતે જીવવા દો . કહી તે બારી પાસે જઈ ઊભી રહી. આથમતા સૂરજના કિરણો ગુલમહોરની ડાળીએ ઝૂલતાં હતાં તેમ તેને પણ ઘડીક એમ જ હળવાફૂલ થઈ જવું હતું. અપરણિત જીવનની મોજ-મસ્તી તેને કોઈની રોકટોક વગર માણવી હતી,પણ ઘરમાં ને બહાર નવરી આંખો તેની ફરતે જાળ પાથરવા મથ્યા કરતી. તેમાં બસ એક અપવાદ હતો દીપેશ .