ફ્રોમ અર્થ ટુ ધ મૂનનો ઉત્તરાર્ધ (સિક્વલ) - 9

(23)
  • 3.1k
  • 3
  • 748

બાર્બીકેનને હવે મુસાફરીના મુદ્દે કોઈજ ડર ન હતો, ખાસકરીને ગોળાની ગતિ અંગે જે સવાલો હતા તે અંગે તે પોતાની ખુદની ગતિની મદદથી પોતાને તટસ્થ રેખાથી પણ આગળ લઇ જવાનો હતો તે પૃથ્વી પર પરત બિલકુલ થવાનો ન હતો તે આકર્ષણની રેખા પર સ્થિર તો થવાનો જ ન હતો. માત્ર એક સંભાવનાનો જવાબ મળવાનો બાકી હતો અને એ હતી, ચન્દ્રના આકર્ષણની પ્રકિયાને લીધે ગોળાનું તેના ગંતવ્ય પરનું આગમન કેવી રીતે થવાનું છે. ગોળો ૮,૨૯૬ લિગ્ઝની ગતિએ ચન્દ્ર પર ઉતરાણ કરવાનો હતો, જો એમ સાચું હોય તો, જ્યારે પૃથ્વીના વજન કરતા અહીં તેના છઠ્ઠા ભાગનું વજન જ અમલમાં આવવાનું હતું, પરંતુ તેમ છતાં ગોળાનું ઉતરાણ કરવું પ્રચંડ હોવાનું હતું અને આથી જ તમામ પ્રકારની સાવચેતી અત્યારથી જ રાખવી જરૂરી હતી.