અરે! રજત, આ શું આજે તું આવા વિષય ઉપર લખી રહ્યો છે હું બાથરૂમમાં ન્હાવા જઈ રહ્યો હતો ત્યારે મારી પત્ની મહેકે મને પુછ્યું. અરે મહેક! જો આટલાં માટે જ હું મારું લખવાનું કામ ઘરમાં નથી લાવતો. તું આ વિષય પર મારી વાર્તા વાંચીને મજાક ઉડાવે છે હું થોડાં અણગમા સાથે ભારે અવાજમાં બબડ્યો. પણ રજત, તું જ્યારે બીજા બધા વિષય પર લખે છે ત્યારે હું તારી મજાક નથી કરતી. પણ આજે તે વિષય જ એવો પસંદ કર્યો છે કે મારું હસવું રોકાતું નથી મહેકએ એક હળવા સ્મિત સાથે કહ્યું.