ચુંબકીય તોફાન

(19)
  • 3.3k
  • 3
  • 1.1k

1. વિક્રમ સારાભાઇ ગ્લોબલ વોર્મિંગ રિસર્ચ ઇન્સ્ટીટ્યુટ વાતાવરણ સવારથી જ બહુ ખરાબ હતું. સવારે છ વાગ્યાનો ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો. બપોરના બે વાગવા આવ્યાં હતાં પણ વરસાદ અટકવાનું નામ લે એવા કોઇ અણસાર ન હતાં. આજે રવિવાર હતો એટલે અર્જુન ઘરે હતો. વરસાદના રૌદ્ર સ્વરૂપને અર્જુન એક સંશોધકની નજરે સવારનો જોઇ રહ્યો હતો પણ વરસાદ તો એનાથી બેખબર એનું રૌદ્ર સ્વરૂપ બતાવ્યે જ જતો હતો. ધોધમાર વરસતા વરસાદમાં વચ્ચે વચ્ચે ઝડપી પવન ફુંકાઇ જતો. અર્જુન બારીમાંથી આ બધુ નિહાળી રહ્યો હતો ત્યાં જ અત્યંત તેજ લીસોટા સાથે વીજળી થઇ. વીજળીનો પ્રકાશ આંખો અંજાઇ જાય એટલો તીવ્ર હતો.