પાટણથી પટોળા

(21)
  • 5.4k
  • 3
  • 1k

પાટણથી પટોળા               ભાગ-૧ છેલાજી રે મારી સાટું પાટણથી પટોળા મોંઘા લાવજો..એમાં રૂડા રે મોરલિયા ચિતરાવજો.. જયારે ઓનલાઈન શોપિંગની વ્યવસ્થા ન હતી તેવા સમયે કોઈક મારા જેવી સાડીની શોખીન સ્ત્રીએ પોતાના પતિ પાસે આવી જીદ કરી હશે. શક્ય છે કે તે સમયે અમુક લીમીટેડ ‘રંગ રતુંબલ, કોર કસુંબલ’ જેવી  વેરાયટીની સાડીઓ મળતી હોવી જોઈએ. પરંતુ આજના સમયકાળમાં સાડી પર સંશોધન કરીને પી.એચ.ડી.ની પદવી હાંસિલ પ્રાપ્ત કરી શકાય એટલી વિવિધતા પ્રવર્તે છે. આ ઉપરાંત મજાની વાત તો એ છે કે અનુષ્કા શર્માએ પોતાના લગ્નમાં પહેરેલી સબ્યસાંચીએ ડીઝાઇન કરેલી ચનીયાચોલી થી લઈને બોલીવુડની ફિલ્મોમાં અભિનેત્રીઓએ પહેરેલી જગવિખ્યાત ડીઝાઇનર્સ