એક વાટકી દહી….

(35)
  • 4k
  • 3
  • 917

સવજીભાઇ અને શાંતાબેન માટે આજનો દિવસ ખુબ જ ખુશીનો હતો. તેમના ઘરે દિકારોનો જન્મ થયો હતો. સવજીભાઇ અને શાંતાબેને દિકરાનું નામ સ્વયમ રાખ્યું. સવજીભાઇ પ્લાસ્ટીકની થેલી બનાવવાની નાની ફેક્ટરી ચલાવતા હતા. વેપાર સારો હતો, એટલે સવજીભાઇનો પરિવાર સુખેથી જીવતો હતો. ધીરે ધીરે સ્વયમ મોટો થવા લાગ્યો.પાંચ વર્ષના સ્વયમને સ્કૂલમાં મૂકવાનો સમય થયો. સવજીભાઇ બીકોમ સુધી ગુજરાતી માધ્યમમાં ભણ્યા હતા. જ્યારે શાંતાબેન માત્ર મેટ્રીક પાસ હતા. શાંતાબેન ભણ્યાં નહીં પણ ગણ્યા વધારે હતા. જેથી પરિવાર ચલાવવામાં તેમજ વ્યવહારો સાચવવામાં શાંતાબેન ખુબ જ આગળ હતા. સવજીભાઇનો વેપાર સારો હોવાથી દિકરાને અંગ્રેજી માધ્યમમાં ભણાવવાનો નિર્ણય લીધો. શહેરની સારામાં સારી અંગ્રેજી માધ્યમી સ્કૂલમાં અભ્યાસ