ચુંબકીય તોફાન (ભાગ-૩)

(14)
  • 2.4k
  • 2
  • 901

3. યલોસ્ટોન નેશનલ પાર્ક VSGWRI પહોંચીને અર્જુને વિડીયો કોન્ફરન્સીંગથી VSGWRIની સહયોગી સંશોધન સંસ્થાઓના ભારતભરમાં ફેલાયેલા સંશોધકોને ભારતના અલગ અલગ રાજ્યોના કુલ ૧૪ ભુગર્ભ ગરમ પાણીના ઝરાઓના અવલોકનો લેવાનું કામ આપી દીધું હતું. અર્જુનને એમના ડેટાનો ઇંતેજાર હતો. અર્જુન VSGWRI પહોંચ્યો ત્યારે ૧૪ માંથી ૨ ઝરાઓના ડેટા આવ્યાં હતાં. એમાંનો એક હતો ગુજરાતના ગીરમાં આવેલ તુલસીશ્યામનો ઝરો જેનું તાપમાન સામાન્ય કરતાં ૭ ડીગ્રી વધ્યું હતું. બીજો હતો ઓરીસ્સા રાજ્યમાં આવેલો તપ્તાપાનીનો ઝરો જેનું તાપમાન સામાન્ય કરતાં લગભગ ૧૦ ડીગ્રી વધ્યું હતું. બંનેમાં ગરમ પાણીના ઝરાનું તાપમાન ખાસ્સું વધ્યું હોવાનું સ્પષ્ટ થતું હતું. અર્જુનના મગજમાં હવે એ બાબતે શંકા ન