ચુંબકીય તોફાન (ભાગ-૫)

  • 2.5k
  • 1
  • 950

5. તબાહી પરના મંતવ્યો ‘ચુંબકીય ધ્રુવોનો પલટો’ (Geomagnetic Reversal) એ શબ્દ સાંભળતા જ કોન્ફરન્સ હોલમાં હાજર તમામ વૈજ્ઞાનિકો ચોંકી ઉઠ્યા. અર્જુનની ચુંબકીય ધ્રુવોનો પલટો સમજાવતી થિયરીનું લોજીક પર્ફેક્ટ હતું પરંતુ હજી સુધી નાસાના કે બીજી કોઇપણ અવકાશી સંસ્થાના ઉપગ્રહોએ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રમાં હલચલ માપી ન હતી. જોકે ઋતુપ્રવાસી પંખીડાઓ વર્ષોના ઇતિહાસમાં પ્રથમ વખત ગોથે ચડતાં હતાં એટલે ચુંબકીય ક્ષેત્રના ફેરફારોને વૈજ્ઞાનિકો નકારતાં ન હતાં. પરંતુ વાન-એલન બેલ્ટમાં હજી નોંધપાત્ર ફેરફાર પકડાયો ન હતો. વૈજ્ઞાનિકોની અંદર અંદરની થોડી ચર્ચાઓ પછી અર્જુને ફરીથી બોલવાનું શરૂ કર્યું. “ચુંબકીય ધ્રુવોના પલટા (Geomagnetic Reversal) માં પૃથ્વીના ચુંબકીય ઉત્તર ધ્રુવ અને દક્ષિણ