અનન્યા

(25)
  • 1.5k
  • 4
  • 579

પૂજ્ય બાપુજીની હિન્દ છોડો હાકલને પગલે મે કૉલેજ છોડી. અભ્યાસ અધુરો રહેવાથી પિતાજીને ઘણું દુઃખ થયું. મને પણ એટલું જ દુઃખ થયું. મારા જેવા સમદુઃખીયાની ટોળીએ નક્કી કર્યું કે અભ્યાસ અધુરો છોડવો તે યોગ્ય નથી . આખરેગુજરાત વિદ્યાપીઠમાં જોડાઈને અભ્યાસ પૂર્ણ કરવાનો નિર્ણય કર્યો. શરૂઆતમાં અમે દસ મીત્રો દેશ સેવાની ધગશ સાથે વિદ્યાપીઠમાં જોડાયા હતા. વિદ્યાપીઠના કડક શીસ્ત પાલનથી કંટાળી ધીમે ધીમે ઘઉં માંથી કાંકરા છૂટા પડે તેમ પાંચ મીત્રો એક બે વર્ષનો કોર્સ કરી છૂટા થઈ ગયા હતા. જીવનનો પ્રથમ તબક્કો પુરો થયો. દીક્ષાંત પ્રવચનમાં, માનનીય શ્રી મોરારજીભાઈએ પ્રતિજ્ઞા લેવડાવી હતી કે "તમે ગુજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થી છો, અને આ વિદ્યાપીઠ એ પૂ. બાપુજીની વિદ્યાપીઠ