લજ્જા નો સાથ-સંગાથ

(18)
  • 2.3k
  • 3
  • 472

લજ્જા.. જેવું નામ એવો જ સ્વભાવ. કોઈ કઈ પૂછે એ પહેલા તો શરમથી પાણી પાણી થઇ જાય. લાંબુ કદ અને રંગે ગોરી. જેમ ઉમર વધતી તેમ તેની સુંદરતા તેનાથી હરીફાઈ લગાવતી. બારમાં ધોરણ સુધી નું શિક્ષણ પોતાના ગામમાં જ પૂર્ણ કર્યું. પપ્પા ગામની જ સરકારી શાળા માં શિક્ષક ની નોકરી કરતા હતા. પોતે આ ગામના નહોતા પણ પપ્પા ની નોકરી ના કારણે અહિયાં વસેલા. બાળપણ થી લજ્જા ગામના બાળકો સાથે રમી ને મોટી થઇ હતી. જયારે બાળપણ માં પ્રથમ વાર શાળા એ મોકલવા માં આવી ત્યારે તેને તેના પપ્પા ને સવાલ કર્યો “પપ્પા મારી સંગાથે શાળા એ કોણ આવશે? “પપ્પા