ટર્નિંગ પોઇંટ ઇન એલ.એ. - 24

(17)
  • 2.4k
  • 2
  • 916

ઍપાર્ટમેન્ટ નાનું અને સુઘડ હતું. ઘરમાં આવતાંની સાથે આવો ઉત્કટ રૂપાનો પ્રેમ માણી રહ્યા બાદ તેણે પૂછ્યું, “કેમ કોઈ નથી ઘરમાં?” “હું છું. એકાંત છે અને તું છું. શું એ પૂરતું નથી?” “હા, પૂરતું છે.” “પણ તું રાતા ગુલાબ સાથે પેંડા શાને માટે લાવ્યો તે તો કહે.” “પહેલાં પેંડો ખાઈને મારી સફળતા ઊજવીએ.” “હા. તું મને ખવડાવ અને પછી હું તને ખવડાવું.” “જો, પહેલાં મારો સ્ક્રિનટેસ્ટ સફળ. હું તારી સાથે તારી ફિલ્મમાં જ નાનો રોલ ભજવું છું કે જેથી સવારે તારી સાથે સેટ ઉપર રહી શકું.” “વાઉ! પ્રિયંકા મેમને કેવી રીતે પટાવ્યાં?”