The Accident - પ્રેમના પગલાં 5

(91)
  • 4.1k
  • 3
  • 1.4k

અચાનક પેલી છોકરી બોલી. એ ચાલી મેં તેની સામે વિસ્મીભૂત થઈને જોયું અરે ગાડી ચાલી એમ. તેણે પોતાની દસે દસ આંગળીઓથી પોતાની અચરજ બતાવી. આમ પણ છોકરીઓ કરતા તેમના gesture વધારે બોલકા હોઈ છે. બદલામાં મેં તેને માત્ર એક જ આંગળી ચીંધી. તે પણ બાજુ ના ટ્રેક પર ચાલી રહેલી ટ્રેન પર! ખરેખર બાજુની ટ્રેન ચાલુ થઈ હતી અને આ મેડમ ઉત્સાહિત થઈ ગયા.મારા ચહેરા પર થોડુંક હાસ્ય ઉભરાઈ આવ્યું જોકે બાકીના હાસ્યને મેં મારા અંદર પ્રયત્ન પૂર્વક સાંચવી લીધું.બીજા મુસાફર એટલા બધા સક્ષમ ન હતા તેથી તેઓ એકસાથે ખડખડાટ હસી પડ્યા.