રાજકારણનો જેમ્સ બોન્ડ

(16)
  • 3.5k
  • 1
  • 1.4k

#GreatIndianStories "શું ચાલ્યા આવો છો? ઇન્ટરવ્યુ, મુલાકાત.. અહીં પણ પીછો નથી છોડતા.” કડકાઈ ભર્યા સ્વરે મને કહેવામાં આવ્યું. “ઇન્ટરવ્યુ કહો તો એમ, નહીંતો આપની પાસે આવેલો એક જિજ્ઞાસુ સમજો. આપનો વિદ્યાર્થી ગણો.ગુજરાત વિદ્યાપીઠનો હું મુલાકાતી છું અને ત્યાં કોઈ કોર્સ પણ કર્યો છે”. મેં ચરણ વંદના કરતાં કહ્યું. ચરણ તો સ્પર્શ કરવા ન મળ્યાં પરંતુ માથે એક મુલાયમ હથેળી વાળો કડક હાથ મુકાયો. મેં ઊંચે જોયું. હવે એક કડક વ્યક્તિની આંખોમાંથી એક શિક્ષક ડોકાયો. મુખમુદ્રા તો એવી જ તંગ. ગુજરાત વિદ્યાપીઠના ઉલ્લેખે એની અંદરનો સુષુપ્ત ગુરુ જાગૃત કરેલો. “પહેલાં સરખો બેસ, મારી સામે પડેલો રેંટિયો કાંતવા લાગ. પરિશ્રમ એ જ