ક્ષુધિત હૈયા પ્યાસા મન

  • 2k
  • 2
  • 466

ક્ષુધિત હૈયા પ્યાસા મન “खामोश चेहरे पर हजारों पहरे होते है हंसती आखों में भी जख्म गहरे होते है “ गुलझार. સૂરજ તો રોજ સવારે ઉગે છે અને સાંજે આથમે છે. તે તેનો નિત્ય ક્રમ છે. માલતીના જીવનમાં પણ આવા કેટલાય સૂર્યોદય અને સર્યાસ્ત થયા હતા. પણ આજનો સૂર્યોદય જ કઈં વિશિષ્ટ હતો. ના .. ના ...તે ઉગ્યો હતો તો પૂર્વમાં જ અને તે પણ નિયત સમયે જ છતાં આજે તે માલતીના જીવનમાં એક સોનેરી દિવસ લાવ્યો હતો. તેની અમેરિકન કમ્પની તરફથી તેની ટ્રાન્સફરનો ઑડર તેના હાથમાં હતો. એક અઠવાડિયામાં જવાબ આપવાનો હતો અને જો તે ઑફર સ્વીકારે