ફોટગ્રાફરની નજરે માતાની મમતા

(22)
  • 3.3k
  • 7
  • 919

વાત વડોદરા શહેરના એક ફોટોગ્રાફર સ્વયમની છે. સ્વયમ લગ્નના ઓડર માટે બે દિવસ પહેલા ઘરેથી નિકળ્યો હતો. ઘરમાં માતા, પત્ની અને દિકરી બધાને ખબર હતી કે સ્વયમ ફોટોગ્રાફી કરવા ગયો છે. બે દિવસના કામ બાદ સ્વયમ ત્રીજા દિવસે સવારે ૪.૩૦ વાગ્યાના અરસામાં રેલવે સ્ટેશનથી પોતાના ઘર તરફ જઇ રહ્યો હતો. તેવામાં જ તેને ઇચ્છા થઇ લાવને પેટ પૂજા કરીને જ ઘરે પહોંચું તો ઘરનાને પણ ચિંતા નહીં. જેથી જેલ રોડ સુધી આવી ગયેલા સ્વયમે પોતાની કાર બરોડા મેડિકલ કોલેજ એટલે કે એસએસજી હોસ્પિટલ તરફ વાળી. હોસ્પિટલમાં આવેલી કેન્ટીન ૨૪ કલાક ચાલુ રહેતી હોય તેને સવારે તાજો નાસ્તો મળશે તેવી આશા