“ ગાંઠીયા “ પુરાણ ...!!!!!!

  • 3.6k
  • 5
  • 778

“ સવારમાં ખાવ ચા ને ગાંઠીયા પછી ક્યાંથી હાલે ટાંટિયા ..” આવું કહેવાય છે પણ ગુજરાતીઓ અને ખાસ કરીને સૌરાષ્ટ્રવાસીઓ માટે આ કહેવત બિલકુલ લાગુ નથી પડતી . ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ગાંઠીયા ખાધા પછી જ જોમ, જુસ્સો અને તાકાત આવે છે ...!!! મોટાભાગનાની સાચી સવાર જ પચ્ચા ગાંઠીયા ખાધા પછી જ પડે ...!!! ગાંઠીયામાં વિટામીન ભરપુર માત્રામાં હોય અરે ડોકટરો પણ બિ૧૨ ની કમી વખતે પ્રિસ્ક્રીપશનમાં લખ્યા વગર કહી દ્યે કે ‘ હવાર હાંજ દહ દહ ના ફાફડા ખાતા જાવ ....કિરપા આતી રહેગી ....!!!!!