પ્રીતની લત તોહે ઐસી લાગી:- ભાગ:-૧

(2.3k)
  • 2.5k
  • 1
  • 674

"શેઠ, પ્રેમ થઇ ગયો છે. હવે મારાથી કામ નહિ થાય. દેશમાં જવું જ પડશે." રમેશે ભરમેદનીમાં શેઠ સામે બે પગ પહોળા કરી ટટ્ટાર ઉભી, આંખોમાં આંખ નાખી, મોઢેમોઢ કહી દીધું. વેવારમાં મારો કાકો અને, ધંધાર્થે મારો શેઠ, રોજ સાંજે ૬ પછી કેમ્પ તરીકે ઓળખાતા અમારા નિવાસ્થાને આવી મંડલી જમાવે. પાંચ હાથ પુરા અને પાંચ મણની કાયા ધરાવતો અમારો શેઠ ખાસ્સો રુવાબ્દાર અને ઠસ્સાદાર. બેઠો હોય તો પાસેથી નીકળવાની હિમત લાવવા પવાલીભાર કાચીપત્રીસ ચડાવવી પડે. એનો રુવાબ કે ક્યાંક અટાઈ ના જઈએ તેની ભીતિ સતત સતાવતી રહે. જેની સામે પગાર વધારો માંગતા ય જીભ થોથવાય, તેને રમેશે ભરમેદની વચ્ચે ઉભા રહીને