હિગ્સ બોઝોન The God Particle (ભાગ-૧)

  • 4k
  • 1
  • 1.3k

હિગ્સ બોઝોન The God Particle (ભાગ-૧) ઘટના અત્યારે હાલ તો જરાક જૂની લાગશે અને માનસપટ પર ઝડપથી તાજી નહીં થાય છતાં યાદ કરી લઇએ. તારીખ હતી ૪ થી જુલાઇ, ૨૦૧૨. આમ તો ૪ થી જુલાઇ એટલે અમેરિકાનો સ્વતંત્રતા દિવસ. પરંતુ ૨૦૧૨ના વર્ષે એ દિવસે વિશ્વના ઇતિહાસની સૌથી મોટી પ્રયોગશાળા (ટેકનીકલી સૌથી મોટા પાર્ટીકલ એક્સીલરેટર) ખાતે હિગ્સ બોઝોન નામના અજાયબ કણ એટલે કે પાર્ટીકલની શોધ થઇ હોવાનું જાહેર કરવામાં આવ્યું. અણુ કરતાંય નાના એવાં પરમાણુ, પરમાણુ કરતાંય નાના એવાં પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન જેવાં પરમાણ્વિક કણો અને પરમાણ્વિક કણોથી પણ નાના એવાં મૂળભૂત કણોના સમુદાયમાં અત્યંત અગત્યનું સ્થાન ધરાવતો કણ એટલે