નોબેલ પ્રાઇઝ ફોર ફિઝિક્સ ૨૦૧૮

  • 2.1k
  • 1
  • 809

Nobel Prize for Physics 2018 સ્વીડનની રોયલ સ્વીડીશ એકેડેમી ઓફ સાયન્સીસ દ્વારા વર્ષ ૨૦૧૮ નું ભૌતિકવિજ્ઞાનનું નોબેલ પારિતોષિક બીજી ઓક્ટોબરે જાહેર કરવામાં આવ્યું. અમેરિકાના આર્થર એશ્કિન, ફ્રાંસના જેરાર્ડ મોરો અને કેનેડાના મહિલા ભૌતિકવિજ્ઞાની ડોના સ્ટર્કલેન્ડને સંયુક્તપણે આ વર્ષનું નોબેલ પારિતોષિક એનાયત થયું. આર્થર એશ્કિનને નોબેલ પ્રાઇઝની કુલ ધનરાશિનો અડધો ભાગ જ્યારે જેરાર્ડ મોરો અને ડોના સ્ટર્કલેન્ડને કુલ ધનરાશિનો ચોથો ભાગ આપવામાં આવશે. આ વર્ષના ભૌતિકવિજ્ઞાનના નોબેલ પારિતોષિકની જાહેરાત સાથે અગાઉના ઘણા રેકર્ડ તુટી ગયાં. સૌથી પહેલાં તો ભૌતિકવિજ્ઞાનના નોબેલ પ્રાઇઝમાં ડોના સ્ટર્કલેન્ડ જેવાં મહિલા વિજ્ઞાનીનું નામ હોવું સુખદ આશ્ચર્ય છે. વર્ષ ૧૯૦૩માં મેરી ક્યુરી અને વર્ષ ૧૯૬૩માં મારિયા