અંગૂઠો

  • 3k
  • 2
  • 745

     અંગૂઠો           ગામની પછીતે આવેલ વાસમાં શાંતિ છવાઈ હતી, પણ હરખલાના ઘરમાં ચહલપહલ મચી ગઈ હતી. તેના સાળાનાં છોકરાની બાબરી ઉતારવાની હોઈ સાસરીમાં જવાનું હતું. એટલે જ મોડે સુધી ઘોરનારો હરખલો આજે વહેલો ઉઠી ગયો હતો. તેનાં બૈરી-છોકરાંને પણ તેણે જગાડી દીધાં હતાં. નવું ખમીશ ને ધોતિયુ પહેરી તૈયાર થઇ તે ઓટલી પર બેઠો, પણ ઘરનાં બીજાંઓને તૈયાર થવામાં વાર લગાડતાં જોઈને તે અકળાયો.“અલી, મહીં બેઠી-બેઠી શું કરસ? વે’લો પરવાર મે’લી તિયાર થઇ જાવ તો ટાઢા પોરમાં નેકરી જઈએ. એક તો દખ હેંડતા જવાનું સ અનં પસ તાપ થશ તો સોકરાંથી હેડાશે નઈ. પાસુ કશું