માઈન્ડ રિડીંગ

(48)
  • 7k
  • 6
  • 2.2k

                                    આખો'ય ઓડિટોરિયમ હોલ ખચોખચ ભરેલો હતો, કાર્યક્રમ શરુ થવાને હજુ એક કલાકની વાર હતી. આખાય રાજ્યના અગ્રણી બિઝનેસમેનો,નવોદિત બિઝનેસમેનો,સેલ્સએક્ઝીક્યુટીવ્ઝ અને સેલ્સ્પર્સન  આવેલા હતા, અહીંયા એક બિઝનેસ સેમિનાર થવા જઈ રહ્યો હતો, બિઝનેસ સેમિનાર ના સ્પીકર હતા પ્રિતેશ અગ્રવાલ.કોર્પોરેટ વર્લ્ડમાં પ્રીતેશ અગ્રવાલ એક ચર્ચાતું નામ છે. તેની એક નાનકડી સેલ્સમેન તરીકે ની નોકરીથી કરેલી શરૂવાતી કારકિર્દી ને તે મલ્ટીપલ સક્સેસફુલ બિઝનેસ ની સાથે મોટીવેશન ની દુનિયા સુધી લઇ જઇ પ્રિતેશ અગ્રવાલ એક બ્રાન્ડ બની ગયા હતા.તેની મુફલિસી,ગર્દીશી અને સંઘર્ષી શરૂવાતી કારકિર્દીથી માંડી ને રાજ્યમાં