‘સમય’ શું છે? (ભાગ-૪)

  • 2.6k
  • 9
  • 934

સંમિતિ (symmetry) અથવા તો સંતુલન એ બ્રહ્માંડનો આવશ્યક ગુણધર્મ છે. બ્રહ્માંડની દરેકેદરેક ભૌતિક રાશિના ગુણધર્મો (એક પરિમાણના કિસ્સામાં) સંખ્યારેખા પર શૂન્યથી લઇને ધન તરફ કે શૂન્યથી બીજી બાજુ ઋણ તરફ એકસરખા હોય છે. શૂન્યથી બંને તરફ સંતુલન હોવું એ સંમિતિ છે. એક, બે અને ત્રણ પરિમાણમાં પણ સંમિતિનો ગુણધર્મ એકસરખો રહે છે. ભૌતિક વિજ્ઞાનની કોઇપણ ભૌતિક રાશિ નદીના પ્રવાહની જેમ કોઇ ચોક્કસ દિશામાં વહેતી નથી. ભૌતિક રાશિનું કોઇ ચોક્કસ દિશામાં વહેણ ન હોવું અને એ રાશિનું બધી દિશામાં સમાન હોવું સંમિતિ છે. તાપમાન, વિદ્યુતપ્રવાહ, બળ, દળ, ક્ષેત્રફળ વગેરે કોઇપણ રાશી લઇએ, એ બધી સંમિતિય હશે. વધુ સ્પષ્ટતા ખાતર અવકાશ જેવી બ્રહ્માંડની મૂળભૂત ભૌતિક રાશિનું ઉદાહરણ લઇએ.