પાર્ટ-4રિયાનના રેલાયેલા હાસ્યથી બગીચો છલકાઈ ગયો.પોતે કરેલા વિસ્ફોટથી રિયાન હતપ્રભ થશે એવું માનતી પાયલને આંચકો લાગ્યો.ખડખડાટ હસી રહેલા રિયાન પર તાજ્જુબ ભરી નજરે જોતી રહી ,' તમને મારી વાત હસવા જેવી કેમ લાગી?'હસવાનું અટકાવી રિયાને પાયલની આંખોમાં આંખો પરોવી, ' એટલાં માટે કે તમે જ્યારે શબ્દોની ગોઠવણી કરી બોલવામાં વાર લગાડી રહ્યાં હતાં ત્યારે જ તમારી આ વાતનો મને અંદેશો આવી ગયો હતો...'આ માણસ ફિજીયોથૅરેપિસ્ટ છે કે સાયકોલોજીસ્ટ..!પાયલ મનમાં વિચારી રહી.'..And no wonder.તમારા જેવી બ્યૂટીક્વિનને પસંદ કરવાવાળા તો સેંકડો મળી આવશે. તમારી જાણ બહાર તમે ઘણાની ધડકન બની ચૂક્યાં હશો.એટલે બીજાની ચોઈસ છોડો....પણ વાત માયને એ રાખે છે કે તમે