મારુ અસ્તિત્વ

(31.9k)
  • 4.5k
  • 16
  • 1.1k

"મારુ અસ્તિત્વ" અ'સ્તિત્વની ઓળખ મને ત્યારે થઇ જયારે હું મારા જ અસ્તિત્વની શોધમાં ગઈ,માણસની ઓળખ મને ત્યારે થઇ જયારે હું માણસની મનની નબળાઈને પારખી ગઈ,કળિયુગની ઓળખ મને ત્યારે થઇ જયારે હું જ સચ્ચાઈ સાથે પણ હારી ગઈ,મનમાં રહેલા કપટની ઓળખ મને ત્યારે થઇ જયારે હું ગોરા રંગ પર વારી ગઈ,મધ નાખી ખંજર મારે એવાની ઓળખ મને ત્યારે થઇ જયારે હું ખુદ ખંજર ખાઈને ઉભી થઇ.' ગીતાબેન આજે ૬૫ વર્ષની ઉંમરે આવીને ઉભા છે, સમય આખો આંખના પલકારામાં સમાપ્ત થયેલો નજરે પડે છે, આજે પટેલ સમાજનો મેળાવડો જામ્યો છે, ગીતાબેનનું સમ્માન સમારંભ રાખેલ છે, રીટાયર થયાના બીજા જ દિવસે સમારંભના સ્ટેજ