મારી નવલિકાઓ ૫

(20)
  • 3.8k
  • 6
  • 1.6k

ડાયાસ્પોરાના વઘુ ચમકારા ઉમાકાંત મહેતા. દાનવીર નગીનદાસ શેઠ અને સફળતા એકબીજાના પર્યાયરૂપ બની ગયા હતા.જ્યાં નગીનદાસ શેઠ હોય ત્યાં સફળતા હોય અને જ્યાં સફળતા હોય ત્યાં નગીનદાસ શેઠ હોય.સફળતાનગીનદાસ શેઠની પાછળ પડી હતી કે નગીનદાસ શેઠ સફળતાની પાછળ પડ્યા હતા તેની કોઈને ખબર નહોતી.જે જે ઉદ્યોગ-ધંધામાં તેમણે પદાર્પણ કર્યું હોય ત્યાં તેમને પગલે સફળતા આવી જ હોય.જેમ નાનું બાળક વડીલની આંગળી પકડી ચાલતાં શીખે તેમ કોઈ પણ માંદો ઉદ્યોગ નગીનદાસ શેઠ હાથમાં લે એટલે સફળતા તેમની આંગળી પકડે, અને માંદો ઉદ્યોગ નગીનદાસ શેઠની આંગળી પકડી ઊભો થઈ દોડવા લાગે. નગીનદાસ શેઠ